‘પીધાં પછી’ ફિલ્મનો સુરતમાં જબરદસ્ત ક્રેઝ
મોટા વરાછાના પ્રગતિ સિનેમામાં હાઉસફુલ શોનો માહોલ
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફરી એકવાર હાસ્ય અને મનોરંજનનો ડોઝ આપવા નવી ફિલ્મ ‘પીધાં પછી’ આવી અને સુરત ખાતે આવેલ મોટા વરાછા વિસ્તારમાં આવેલ પ્રગતિ સિનમાં ઘરમાં છેલ્લા ઘણા દિવસો થી હાઉશ ફૂલ જોવા મળે છે
ફિલ્મ ‘પીધાં પછી’માં ચાર મિત્રો અને તેમની મસ્તીભરી સફરની આસપાસ વાર્તા આગળ વધે છે. ફિલ્મમાં કોમેડી સાથે મિત્રતા, રહસ્ય અને અણધાર્યા વળાંકો જોવા મળ્યા છે . ફિલ્મની વાર્તા ચાર ખાસ મિત્રોની આસપાસ ફરે છે, જેઓ વેકેશન ટ્રિપ પર નીકળે છે અને ત્યારબાદ તેમની સાથે એવી ઘટનાઓ બને છે કે આખી સફર મજેદાર તેમજ રસપ્રદ બની જાય છે.આ ફિલ્મમાં ગુજરાતી સિનેમાના જાણીતા કલાકારો આકાશ પંડ્યા, સ્મિત પંડ્યા, હેમિન ત્રિવેદી, આકાશ ત્રિવેદી, તર્જની ભટ્ટ, ધવલ બારમૈયા, ગરિમા, નરેન્દ્ર પરમાર, વિશાલ નાયક, નિરવ કુમાર, માર્ગી પરમાર સહિતના કલાકારો જોવા મળ્યા ફિલ્મનું દિગ્દર્શન નિશીથ બ્રહ્મભટ્ટે કર્યું છે, જ્યારે ફિલ્મની કથા ડૉ. સ્નેહેશ ઠાકરે લખી છે અને ક્રિએટિવ પ્રોડ્યુસર તરીકે રાજ બાસીરા જોડાયા છે. પીધા પછી ગૂજરાતી મુવીમાં ચાર મિત્રોની આ મસ્તીભરી સફર દર્શકોને ફૂલ હસાવે છે અને ‘પીધાં પછી’ ગુજરાતી દર્શકોને ભરપૂર મનોરંજન પૂરું પડે છે
