સુરતમાં આઇફોન અપાવવાના બહાને લાખોની છેતરપિંડી,

Featured Video Play Icon
Spread the love

સુરતમાં આઇફોન અપાવવાના બહાને લાખોની છેતરપિંડી,
સરથાણા પોલીસે 4 આરોપીને ઝડપ્યા

સુરતમાં આઇફોન અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડીનો સરથાણા પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કરી ચાર આરોપીઓને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

સુરતની સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદમાં જણાવાયુ હતું કે આરોપીઓએ શરૂઆતમાં બે આઇફોનના પૈસા લઈ ફરિયાદીને આઇફોન આપ્યા હતા અને આ રીતે તેનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ અન્ય લોકો પાસેથી આઇફોન અપાવવાના બહાને અંદાજે 25 લાખ રૂપિયા મેળવ્યા હતા. ફરિયાદીને કુલ 36 સેમસંગ ફોલ્ડ-17 મોડલના ફોન આપવાનું જણાવી 13 આઈફોન આપ્યા, જ્યારે બાકીના 23 આઇફોન નહીં આપ્યા અને 15.68 લાખની રકમ પણ પરત નહીં કરી હતી. આ ઉપરાંત અન્ય સાક્ષીઓ પાસેથી પણ આઇફોન અપાવવાના બહાને નાણાં મેળવ્યા બાદ ફોન કે પૈસા પરત નહીં આપી ધાક-ધમકી આપી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ વર્કઆઉટના આધારે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં ચાર આરોપીઓ દીપક રાવત, પંકજ રાવળ, ઉત્તમ રાવળ અને ધનરાજ રાવળને ઝડપી પાડી તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *