સરથાણામાં દેશી બનાવટની પિસ્તોલ-મેગઝીન સાથે આરોપી ઝડપાયો,

Featured Video Play Icon
Spread the love

સરથાણામાં દેશી બનાવટની પિસ્તોલ-મેગઝીન સાથે આરોપી ઝડપાયો,
પોલીસે આરોપીની કરી ધરપકડ

સુરતની સરથાણા પોલીસે ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પિસ્તલ અને મેગઝીન લઈ ફરતા આરોપીને ઝડપ પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

ગણેશોત્સવ સહિત આગામી તહેવારોને લઈ શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા પોલીસ ટીમ મેદાને છ ત્યારે સુરતની સરથાણા પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, સિમાડા ચેક પોસ્ટથી બાપા સીતારામ તરફ જતા રસ્તા પર એક યુવક ગેરકાયદેસર હથિયાર સાથે આવવાનો છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને ગૌતમભાઈ ડોબાને ઝડપી પાડ્યો હતો. આરોપીની અંગઝડતી દરમિયાન તેની કમરના ભાગેથી મેગઝીન વાળી દેશી હાથ બનાવટની પિસ્તોલ મળી આવી હતી. પોલીસે હથિયાર અંગે લાયસન્સ અથવા અધિકૃત પરમિશન રજૂ કરવા જણાવતા આરોપી પાસે કોઈ લાયસન્સ કે પ્રમાણપત્ર ન હોવાનું સામે આવ્યું હતું. આ મામલે સરથાણા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી પોલીસે આરોપી ગૌતમ વિનુ ડોબાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *