સુરતના લિંબાયતમાં પીએમ મોદીના જન્મદિવસે મહા આરતી

Featured Video Play Icon
Spread the love

સુરતના લિંબાયતમાં પીએમ મોદીના જન્મદિવસે મહા આરતી
20 હજારથી વધુ દીવડાઓ પ્રગટાવી દીર્ઘાયુ માટે પ્રાર્થના

સુરતના લિંબાયત વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભવ્ય મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. નીલગીરી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આશીર્વાદનો દીવડો કાર્યક્રમમાં 20 હજારથી વધુ દીવડાઓ પ્રગટાવી વડાપ્રધાનના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

સુરતના લિંબાયતથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની અનોખી ઉજવણીના દ્રશ્યો સામે આવ્યા છે. પીએમ મોદીના જાહેર જીવનની 25 વર્ષની સેવા અને સમર્પણના ઉપલક્ષમાં સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત લિંબાયત વિધાનસભા મતવિસ્તારના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે આશીર્વાદનો દીવડો કાર્યક્રમ યોજાયો હતો. 17 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં 20 હજારથી વધુ દીવડાઓ પ્રગટાવી ભવ્ય મહા આરતી કરવામાં આવી હતી. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ, સુરત મહાનગર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ, લિંબાયત ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, મહામંત્રી દુર્ગાપ્રસાદ પાંડે, ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ અને પૂર્વ મહામંત્રી કિશોર બિંદલ સહિત મોટી સંખ્યામાં જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. હજારો દીવડાઓની રોશનીથી નીલગીરી ગ્રાઉન્ડનો માહોલ ભક્તિમય અને ભવ્ય બની ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *