કારીગરોના હક્કના લાભો મામલે રોષ
400 જેટલા કારીગરો કલેક્ટર કચેરીએ પહોંચ્યા
કારીગરોએ ઉગ્ર રજૂઆત કરી
સુરતમાં કારીગરોના હક્કના લાભો મામલે હવે રોષ જોવા મળ્યો હતો. સુરતના વિવિધ વિસ્તારોમાંથી અંદાજે 400 જેટલા કારીગરો જિલ્લા કલેક્ટર કચેરીએ મોરચો લઈને પહોંચ્યા હતાં અને ઉગ્ર રજુઆત કરી હતી.
સુરતમાં એમ્બ્રોડરી સહિત વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા કારીગરોએ સુરત કલેકટરાલયે પહોંચી આવેદન પત્ર આપી અઠવાડિયામાં વિકલી ઓફ, ગ્રેજ્યુટી, પીએફ સહિતના કાયદેસરના લાભો આપવાની માંગ કરી છે. કારીગરોનું કહેવું છે કે સરકાર દ્વારા લેબર કાયદો લાગુ કરવામાં આવ્યો હોવા છતાં તેમને તેના લાભો મળતા નથી. અગાઉ કારીગરોના યુનિયન દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થતાં કારીગરોમાં ભારે રોષ જોવા મળ્યો છે. કારીગરોએ તાત્કાલિક તેમની માંગણીઓ સ્વીકારવાની રજૂઆત કરી છે. સાથે જ જ્યાં સુધી યોગ્ય આશ્વાસન નહીં મળે ત્યાં સુધી કલેક્ટર કચેરી ખાતે બેસી રહેવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
