સુરતની સચિન જીઆઈડીસી પોલીસની મોટી કાર્યવાહી: જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા

Featured Video Play Icon
Spread the love

સુરતની સચિન જીઆઈડીસી પોલીસની મોટી કાર્યવાહી: જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા
પોલીસે દાવ પરના તથા અંગઝડતીના રોકડા રૂપિયા સહિત લાખોનો મુદ્દામાલ કર્યો કબ્જે
બાતમીના આધારે સચિન જીઆઈડીસી પોલીસે દરોડો પાડી જુગારધામનો કર્યો પર્દાફાશ

સુરતની સચીન જીઆઈડીસી પોલીસે જુગાર રમતા સાત જુગારીઓને ઝડપી પાડી તેઓ પાસથી દાવ પરના તથા અંગઝડતીના રોકડા રૂપિયા સહિત લાખોની મત્તા કબ્જે કરી હતી.

સુરતમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્ત નાબુદ કરવા પોલીસ મેદાને છે ત્યારે સુરતની સચીન જીઆઈડીસી પોલીસની ટીમે મળેલી બાતમીના આધારે સચીન જીઆઈડીસી રોડ નંબર 41 ના કારખાનાના બીજા માળે આવેલા રૂમમાં જુગાર રમતા સાત જુગારીઓ કેતન ગડા, દિનેશ કરણીયા, સંદિપ કરણીયા, જગદિશ ભાનુશાલી, જ્યંતિ રાઠોડ, ધવલ પટેલ અને રજની ત્રાપસીયાને ઝડપી પાડી તેઓ પાસેથી દાવ પરના તથા અંગઝડતીના રોકડા રૂપિયા સહિત કાર, બાઈકો, મોબાઈલ મળી 15 લાખ 70 હજારથી વધુની મત્તા કબ્જે કરી તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *