સુરત: અલથાણમાં આવેલા સુમન ભાર્ગવ આવાસમાં ધોળા દિવસે ચોરી

Featured Video Play Icon
Spread the love

સુરત: અલથાણમાં આવેલા સુમન ભાર્ગવ આવાસમાં ધોળા દિવસે ચોરી
તસ્કરી: 4 બિલ્ડિંગમાંથી ફાયર સેફ્ટીના કિંમતી સાધનો ચોરાયા
સીસીટીવી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ, તસ્કરો ફરાર

સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા સુમન ભાર્ગવ આવાસમાં તસ્કરોએ ધોળા દિવસે ચોરીને અંજામ આપ્યો હોય તેમ આવાસની ચાર બિલ્ડિંગમાંથી ફાયર સેફટીના કિંમતી સાધનો ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા તો ચોરો સીસીટીવીમાં પણ કેદ થયા છે.

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી સહિતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના અલથાણના સુમન ભાર્ગવ આવાસમાં તસ્કરોએ ફાયર સેફટી સિસ્ટમને પણ નિશાન બનાવી હતી. ચાર અલગ-અલગ બિલ્ડિંગમાંથી કપલિંગ અને નોઝલ સહિતના સાધનો ચોરી કરવામાં આવ્યા છે. કુલ અંદાજે 72 હજાર રૂપિયાની ચોરી કરી તસ્કરો ફરાર થયા હોય બીજી તરફ સમગ્ર ચોરીની ઘટના આવાસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેથી સીસીટીવીના આધારે પોલીસે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *