સુરતમાં ફૂડ પોઈઝનિંગ બાદ મનપાનો આરોગ્ય તંત્ર એક્શનમાં
ચાર વર્ષની બાળકીના મોત બાદ સઘન ચેકિંગ
223 સંસ્થાઓ અને 77 ઢાબામાં તપાસ હાથ ધરાઈ
સુરતમાં ફૂડ પોઈઝનિંગ બાદ મનપાનો આરોગ્ય તંત્ર એક્શનમાં આવ્યુ હોય તેમ માસૂમ ચાર વર્ષની બાળકીના મોત બાદ હોટલ-રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ હાથ ધરી 223 સંસ્થાઓ અને 77 ઢાબામાં તપાસ હાથ ધરાઈ હતી.
ફૂડ પોઈઝનિંગની ઘટનાએ સુરતના આરોગ્ય અને ફૂડ વિભાગને દોડતું કરી દીધું છે. માસૂમ ચાર વર્ષની બાળકીના મોત બાદ શહેરની ખાણી-પીણીની સંસ્થાઓમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે વધુ 223 હોટલ-રેસ્ટોરન્ટ ઉપરાંત 77 ઢાબામાં ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન 765 કિલો જેટલો અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો છે. નિયમોનું પાલન નહીં કરનારી 149 સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી, જ્યારે 7 હોટલ-રેસ્ટોરન્ટ બંધ કરાવવામાં આવ્યા છે. સ્વચ્છતાનો અભાવ અને નિયમોની અવગણના બદલ પાલિકાએ કુલ 4.95 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. શહેરમાં ખાણી-પીણીની સંસ્થાઓ સામે તપાસનો ધમધમાટ હજુ પણ યથાવત છે.
