સુરતમાં રેગિંગ-આપઘાત કેસમાં પોલીસ તપાસ તેજ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં રેગિંગ-આપઘાત કેસમાં પોલીસ તપાસ તેજ
ડૉ.અનુજ મહેશ્વરીની નામજોગ ફરિયાદ થતા પોલીસ સમક્ષ હાજર
ખટોદરા પોલીસ સ્ટેશનમાં ડૉ. અનુજનું નિવેદન લેવાયુ

સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસ સ્થિત સરકારી મેડિકલ કોલેજના બોયઝ પી.જી હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડન્ટ ડોક્ટરે રેગિંગના લીધો આપઘાત કરતાં ચકચાર મચી ગઈ હતી. આ મુદ્દે ડો. નિરાલી વસાવે, ડો. અનુજ મહેશ્વરી, ડો. દીક્ષિતા ઘેવરિયા તથા ડો. હિના ભુતને 6 મહિના માટે સસ્પેન્ડ કરાયા હતા. આ તમામ સીનિયર ડોક્ટર હતા. જે પૈકી ડો. દીક્ષિતા ઘેવરીયા તુંડ મિજાજી હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે આ કેસમાં નામજોગ ફરિયાદ દાખલ થતા ખટોદરા પોલીસ સ્ટેશનમાં ડૉ. અનુજનું નિવેદન લેવાયુ

સુરત સિવિલના તુંડ મિજાજી ડો. દીક્ષિતા અને અન્ય સીનિયર ડોક્ટરો 10 જુનિયરનું રેગિંગ કરતા હતા. તેઓ અમે તમારા બોસ છીએ, તમે અમારા નોકર છો, મેડમ બોલાવે એટલે ગમે તે કામ છોડીને તરત જ આવવું પડશે, પહેલા જ દિવસે બધું કામ કેમ નથી આવડતું તેમ કહેતા હતા. ઉપરાંત કલાકો સુધી ઊભા રાખીને શાબ્દિક ટોર્ચર કરતા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સીનિયર ડોક્ટરના ત્રાસના કારણે જૂનિયરોએ વિભાગના વડાને રજૂઆત કરી હતી. જોકે તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા. જેથી તમામ જૂનિયર ડોકટરો ભેગા થઈને ડીનને ફરિયાદ કરવા જવાના હતા પરંતુ તે પહેલાં જ ડોક્ટર હર્ષે આપઘાત કરી લીધો હતો. જેથી ડીન સુધી વાત પહોંચી નહોતી. આખરે હવે આ કેસમાં નામજોગ ફરિયાદ દાખલ થતા ખટોદરા પોલીસ સ્ટેશનમાં ડૉ. અનુજનું નિવેદન લેવાયુ

સુરતની નવી સિવિલ હોસ્પિટલના બોયઝ પી.જી. હોસ્ટેલના રૂમ નંબર 1005માં રહેતા આશાસ્પદ 30 વર્ષીય રેસિડેન્ટ તબીબે રૂમમા પંખા પર દોરી બાંધીને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ઘટનાના પગલે નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.મૂળ અરવલ્લીના મોડાસાના વતની ડોક્ટર હર્ષ પંડ્યા સુરત નવી સિવિલ હોસ્પિટલના બોય્ઝ પીજી હોસ્ટેલના રૂમ નંબર 1005માં રહેતો હતો. નવી સિવિલ હોસ્પિટલના માઈક્રોબાયોલોજી વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો અને રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતો હતો. તે ફરજ પર હાજર ન થતાં સિનિયર ડોક્ટરે તેને ફોન કર્યો હતો. ફોન બંધ આવતા સિનિયર ડોક્ટરે હોસ્ટેલમાં રહેતા અન્ય રેસિડેન્ટ ડોક્ટરને તેના રૂમ પર જઈ તપાસ કરવા કહ્યું હતું….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *