મુંબઇમાં આતંક મચાવતા શાતિર ચોરને સુરત પોલીસે દબોચ્યો
45 લાખના દાગીના-રોકડ અને ઘડિયાળો જપ્ત,
એકજ કોલોનીમાં 6 ચોરી, આવતો અને જતો સીસીટીવીમાં કેદ
મુંબઈમાં 6 ઘરફોડ ચોરીને અંજામ આપનાર રીઢા ચોરને સારોલી પોલીસે ઝડપી પાડી તેની પાસેથી લાખોના દાગીના તથા મોબાઈલ અને ઘડીયાળ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરતમાં ગુનાખોરી ડામવા પોલીસ મેદાને છે ત્યારે સારોલી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા નિયોલ ચેક પોસ્ટ પર વોચ ગોઠવવામાં આવી હતી, જ્યાંથી પસાર થતા મુંબઈના એમ.એચ.બી. કોલોની પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી 6 ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા રીઢા આરોપી કમલજીતસિંહ ઉર્ફે શનીસિંહ બંગુને ઝડપી પાડ્યો હતો. સારોલી પોલીસે આરોપી પાસેથી 329.3 ગ્રામ સોનાના દાગીના, રોકડા રૂપિયા, એક મોબાઇલ ફોન અને બે કાંડા ઘડિયાળ સહિત કુલ 45 લાખ 26 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. હાલ સારોલી પોલીસે આરોપીનો કબ્જો મુંબઈ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
