સુરતના લસકાણા વિસ્તારમાં દેહવ્યાપાર
લસકાણા પોલીસે દરોડો પાડી ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો
સંડોવાયેલા લોકોની અટકાયત કરી લલનાઓને મુક્ત કરાવી
સુરતના લસકાણા વિસ્તારમાં ચાલતા દેહવ્યાપારના ગોરખધંધા પર પોલીસે તવાઈ બોલાવી હોય તેમ લસકાણા પોલીસે દરોડો પાડી ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કરી લલનાઓને મુક્ત કરાવી હતી.
સુરતના લસકાણા વિસ્તારમાં ચાલતા દેહવ્યાપારના ગોરખધંધા સામે લસકાણા પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ રેડ દરમિયાન સ્થળ પરથી દેહવ્યાપાર ચાલી રહ્યો હોવાનો પર્દાફાશ થયો હતો. પોલીસે સ્થળ પરથી સંચાલકો અને સંડોવાયેલા લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી સાથે લલનાઓને મુક્ત કરાવી સમગ્ર મામલે લસકાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
