નવસારી શહેરમાં પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર
અંદાજે 40 ટકા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો
2,500 થી વધુ લોકોને સલામત સ્થળોએ ખસેડવાની ફરજ પડી
નવસારી શહેરમાં પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર છે. શહેરનો અંદાજે 40 ટકા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પરિસ્થિતિને પગલે 2,500 થી વધુ લોકોને સલામત સ્થળોએ ખસેડવાની ફરજ પડી છે. હાલ શહેરમાં 15 જેટલા આશ્રયસ્થાનો કાર્યરત છે, જ્યાં સ્થળાંતરિત લોકોને રહેવા સાથે ભોજન અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાનું તંત્ર સતત રાહત કામગીરીમાં વ્યસ્ત છે, જ્યારે અસરગ્રસ્ત લોકો પૂરનું પાણી ઓસરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
નવસારી શહેરમાં પૂર બાદ રાહત અને પુનર્વસનની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી સ્થળાંતરિત કરાયેલા 2,500થી વધુ લોકોને 15 જેટલા આશ્રયસ્થાનોમાં રાખવામાં આવ્યા છે. સ્થળાંતરિત લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા ભોજન અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રસોડાંમાં સતત ભોજન તૈયાર થઈ રહ્યું છે અને ટીમો દ્વારા સમયસર તમામ આશ્રયસ્થાનો સુધી ખોરાક પહોંચાડવામાં આવી રહ્યો છે.
