છેતરપિંડીના ગુનામાં સુરત સલાબતપુરામાં નાસતા ફરતા આરોપી
આરોપીને એલસીબી ઝોન 1 ની ટીમે ઝડપી પાડ્યો
રોહીત ઓમપ્રકાશ ઉપાધ્યાયને ઝડપી પાડ્યો
છેતરપિંડીના ગુનામાં સુરત સલાબતપુરા પોલીસ મથકમાં નાસતા ફરતા આરોપીને એલસીબી ઝોન 1 ની ટીમે ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર વાઘેલા તથા નાયબ પોલીસ કમિશનર આલોકકુમારની સુચનાને લઈ એલસીબી ઝોન 1 ની ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને હતી ત્યારે અહેકો સહદેવસિંહ અને અહેકો કરણસિંહને મળેલી બાતમીના આધારે સલાબતપુરા પોલીસ મથકમાં 10 લાખ 79 હજારથી વધુની છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા મુળ રાજસ્થાન બિકાનેરનનો અને હાલ પુણા ઈન્ટરસીટી પાસે રહેતા રોહીત ઓમપ્રકાશ ઉપાધ્યાયને ઝડપી પાડી તેનો કબ્જો સલાબતપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
