રથયાત્રા પૂર્વે સુરત પોલીસ એલર્ટ મોડમાં

Featured Video Play Icon
Spread the love

રથયાત્રા પૂર્વે સુરત પોલીસ એલર્ટ મોડમાં
વરાછા પોલીસે ફૂટ પેટ્રોલિંગ દરમિયાન એક અસામાજિક તત્વને પકડ્યો
સતત પેટ્રોલિંગ, ચેકિંગ અને સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

રથયાત્રા પૂર્વે સુરત પોલીસ એલર્ટ મોડમાં છે ત્યારે વરાછા પોલીસે ફૂટ પેટ્રોલિંગ દરમિયાન એક અસામાજિક તત્વને ચપ્પુ સાથે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરતમાં રથયાત્રા તહેવારને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે પૂર્ણ કરાવવા માટે વરાછા પોલીસ સતત ફૂટ પેટ્રોલિંગ અને ચેકિંગ અભિયાન ચલાવી રહી છે. આ દરમિયાન વરાછા પોલીસે શંકાસ્પદ હાલતમાં ફરતા એક શખ્સને અટકાવી તેની તપાસ કરતાં તેની પાસેથી ધારદાર ચપ્પુ મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક હથિયાર કબજે કરી આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વરાછા પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ, ચેકિંગ અને સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *