અલગ ભીલ પ્રદેશ રાજ્ય બનાવવાની માંગ ફરી ઉઠી

Featured Video Play Icon
Spread the love

અલગ ભીલ પ્રદેશ રાજ્ય બનાવવાની માંગ ફરી ઉઠી
ભીલ પ્રદેશ મુક્તિ મોર્ચાએ સુરત કલેકટરને આવેદનપત્ર આપ્યું
આવેદન આપી બંધારણીય પ્રક્રિયા શરૂ કરવાની માંગ કરી

ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને દાદરા નગર હવેલીના આદિવાસી વિસ્તારોને જોડીને અલગ ભીલ પ્રદેશ રાજ્ય બનાવવાની માંગ ફરી ઉઠી હોય તેમ ભીલ પ્રદેશ મુક્તિ મોર્ચાએ સુરત કલેકટર થકી રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને 42 મુદ્દાઓ સાથે આવેદન આપી બંધારણીય પ્રક્રિયા શરૂ કરવાની માંગ કરી હતી.

સુરત કલેકટર થકી રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ગૃહમંત્રી સહિતનાઓને ભીલ પ્રદેશ મુક્તિ મોર્ચા દ્વારા અપાયેલા આવેદન પત્રમાં જણાવાયુ હતું કે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર તથા દાદરા નગર હવેલીના આદિવાસી વિસ્તારોને જોડીને અલગ ભીલ પ્રદેશ રાજ્યની રચના કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. સાથે જ આદિવાસીઓના જળ, જંગલ અને જમીન પરના અધિકારોનું રક્ષણ, ભીલી ભાષાને બંધારણીય માન્યતા, અનુસૂચિત વિસ્તારોમાં સ્થાનિકોને રોજગાર અને અનામત, 9 ઓગસ્ટને રાષ્ટ્રીય રજા જાહેર કરવાની માંગ સહિત કુલ 42 મુદ્દાઓ આવેદન પત્રમાં રજૂ કરવામાં આવ્યા હતાં. તો ભીલ પ્રદેશ મુક્તિ મોર્ચાએ કેન્દ્ર સરકારને આ માંગણીઓ પર સંવિધાનિક પ્રક્રિયા શરૂ કરી આદિવાસી સમાજને ન્યાય આપવા અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *