પરવાળા ગામે હલાણ મુદ્દે એક જ કુંટુંબ વચ્ચે જીવલેણ જંગ ખેલાયો

Featured Video Play Icon
Spread the love

પરવાળા ગામે હલાણ મુદ્દે એક જ કુંટુંબ વચ્ચે જીવલેણ જંગ ખેલાયો
યુવાનનું સારવાર દરમિયાન મોત
બે યુવતી સહિત ચાર વ્યક્તિ ઇજાગ્રસ્ત
ઉમરાળા પોલીસ સ્ટેશનમાં બંન્ને પક્ષોએ એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના પરવાળા ગામે વાડીમાં જવાનાં રસ્તા બાબતે એક જ પરિવારોનાં સભ્યો વચ્ચે ખેલાયેલા ખૂની ખેલમાં એક યુવાનનું સારવાર દરમિયાન મોત થતાં મારામારીનો બનાવ હત્યામાં પરિણમ્યો છે.

ઉમરાળા પોલીસ સ્ટેશનમાં એક જ પરિવારના બે પક્ષો દ્વારા અલગ અલગ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં પ્રથમ પક્ષે ભાવના કરસન ડાંગર ઉંમર વર્ષ 30 એ તેના કૌટુંબિક ભાઈ મેહુલ કરસન ડાંગર, મોટા બાપુ જીવા પાંચા ડાંગર, કૌટુંબીક કાકા કરસન દેવા ડાંગર વિરુદ્ધ ફરિયાદમાં જણાવ્યું હતું કે મેહુલ તથા તેના પિતા બાઈક લઈને વાડીએ આવ્યા હોય અને ચાલવાનો રસ્તો બંધ કર્યો હોય આ રસ્તો ખુલ્લો કરી દેવા માટે પ્રથમ પિતા પુત્ર એ ઉગ્ર બોલાચાલી કરી હતી અને ત્યારબાદ ત્રણેય વ્યક્તિઓએ ફરિયાદી ભાવના તેના પિતા કરશે ભાઈ જયેશ તથા બહેન વર્ષા પર પાવડો, ધારીયુ, અને પાઇપ વડે હુમલો કરતા બંને બહેનો ભાઈ જયેશ તથા પિતાને ગંભીર ઈજા પહોંચી હતી જેમાં જયેશને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોય પ્રથમ ઉમરાળા સરકારી દવાખાનામાં ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગર સરટી હોસ્પિટલમાં ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું

આ બનાવ સંદર્ભે ઉમરાળા પોલીસે ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદમાં હત્યા ની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી હતી, એવી જ રીતે સામા પક્ષે મેહુલ કરશન ડાંગર ઉંમર વર્ષ 30 એ કરસન વાઘા ડાંગર, જયેશ કરસન ડાંગર, તથા ભાવના કરસન ડાંગર વિરુદ્ધ ફરિયાદમાં જણાવ્યું હતું કે તે તથા તેના પિતા બાઈક લઈને વાડીએ જઈ રહ્યા હોય ત્યારે તેની વાડીનો રસ્તો આ ત્રણેય વ્યક્તિઓએ બંધ કર્યો હોય આ રસ્તો શા માટે બંધ કર્યો તેમ પૂછતા ઉશ્કેરાયેલ ત્રણેય વ્યક્તિઓએ ફરિયાદી મેહુલ તથા તેના પિતા પર દાતરડું અને ધારિયા વડે હુમલો કરતા ફરિયાદી મેહુલને માથામાં ગંભીર ઈજા પહોંચતી હતી ઉપરાંત મેહુલ ના પિતા ને પણ ત્રણેય હુમલાખોરોએ ઢીકાપાટુનો મૂંઢમાર માર્યો હતો આ ઘટનામાં ઇજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર માટે ઉમરાળા સીએસસી સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા હાલ ઉમરાળા પોલીસે બંને પક્ષોની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *