ભાવનગર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પર હુમલો
બોલાચાલીની દાઝ રાખીને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પર હુમલો
ભાવનગર યુનિવર્સિટીમાં બોલાચાલીની દાઝ રાખીને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પર હુમલો કરાતા આરોપીઓને ઝડપી લીધા
ભાવનગર યુનિવર્સિટીમાં આર ડી ઝાલા રાઇડીંગ ક્લબ પાસે સ્વામી સહજાનંદ કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી બાદ હુમલો કરાયો હોવાને પગલે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. નીલમબાગ પોલીસ સ્ટેશનમાં પ્રિયરાજસિંહ ચેતનસિંહ પરમારે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે સ્વામી સહજાનંદ કોલેજમાં તેમની સાથે અભ્યાસ કરતા અમન આસીફભાઈ ખોખર સાથે કોલેજના પાર્કિંગમાં થયેલી માથાકૂટની દાઝ રાખીને તેઓ અને તેના મિત્ર હર્ષ ચૌહાણ સ્કૂટર પર જતા હતા ત્યારે યુનિવર્સિટીમાં આર.ડી ઝાલા રાઇડિંગ કલબ પાસે ચાર આરોપીઓએ ઊભા રાખી છરી વડે ઇજા કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે
