ભવનગરમાં રથયાત્રા શાંતિપૂર્ણ રીતે થાય તે માટે પોલીસ એક્શન મોડ

Featured Video Play Icon
Spread the love

ભવનગરમાં રથયાત્રા શાંતિપૂર્ણ રીતે થાય તે માટે પોલીસ એક્શન મોડ
150 થી વધુ શખ્સો પર પોલીસની બાજ નજર

આગામી રથયાત્રાના પવિત્ર પર્વને અનુલક્ષીને સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ તંત્ર અત્યંત સક્રિય બન્યું છે ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને રથયાત્રા દરમિયાન કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પૂર્વતૈયારીના ભાગરૂપે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.

પોલીસ દ્વારા અગાઉના સમયમાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા 150 થી વધુ આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવી છે, આ તમામ શખ્સોને પોલીસ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, રથયાત્રાના દિવસો દરમિયાન તેઓ કોઈ પણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિઓથી દૂર રહે. રથયાત્રા દરમિયાન સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક ન થાય તે માટે રેન્જ આઈજી સહિતના ઉચ્ચ અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે જે આરોપીઓને સૂચના આપવામાં આવી છે, તેમના પર પોલીસની ખાસ બાજ નજર રાખવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *