લીંબડી સેવા સદન નજીક વિશાળ જળાશય

Featured Video Play Icon
Spread the love

લીંબડી સેવા સદન નજીક વિશાળ જળાશય
આ મુશ્કેલીનુ જલ્દી નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી

લીંબડી સેવા સદન નજીક વિશાળ જળાશય જોવા મળી રહ્યું છે. આ મુશ્કેલીનુ જલ્દી નિરાકરણ તંત્ર દ્વારા લાવવામાં આવે તેવી માંગ ઉઠી

હજુ લીંબડી શહેરમાં પુરો વરસાદ જ નથી વરસ્યો તેમ છતાં લીંબડીના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ જવા પામ્યા છે અને લોકો પરેશાન બન્યા છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી સેવા સદન કચેરી જવાનાં માર્ગ પર પણ પાણી ભરેલા જોવા મળી રહ્યા છે તેમજ બાજુમાં એક મોટું તળાવ એટલે કે જળાશય હોય. તેવું લાગી રહ્યું છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી સેવા સદન ખાતે અલગ અલગ વિભાગોની સરકારી કચેરીઓનો સમાવેશ થયેલો છે ત્યારે લોકોને સરકારી કચેરીના અલગ અલગ કામકાજ માટે જવું પડે છે ત્યારે મહિલાઓ સહિત લોકોને આ ભરેલ પાણી ઓળંગીને જવું પડે છે અને મહામુશ્કેલીનો સામનો કરવો પડે છે તેટલું જ નહીં આ સેવા સદનમાં નોકરી કરતા કર્મચારીઓને પણ પરેશાની છે પણ તે આંખે પાટા બાંધીને મુશ્કેલી સહન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આ લોકોની મુશ્કેલીઓ ક્યારે દુર થશે કે પછી અંધેરી નગરી ગંડુરાજા કે જેમ ચાલતું આવે છે તેમ, જેમ નું તેમજ રહેશે ત્યારે લોકોની રજુઆત છે કે આ મુશ્કેલીનુ જલ્દી નિરાકરણ તંત્ર દ્વારા લાવવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *