સુરતમાં આરટીઓની ઈ ચલણ એપીકે ફાઇલ મોકલી છેતરપીંડી
મોબાઇલ હેક કરી 24.40 લાખની ઓનલાઈન ઠગાઈ
બે આરોપીઓને મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ઝડપી પાડ્યા
સુરતમાં આરટીઓની ઈ ચલણ એપીકે ફાઇલ મોકલી મોબાઇલ હેક કરી 24.40 લાખની ઓનલાઈન ઠગાઈ કરનાર ગેંગનો સુરત સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ કરી આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ઝડપી પાડ્યા હતાં.
સુરત શહેરમાં આરટીઓ ઈ સલણના નામે એપીકે ફાઇલ મોકલી લોકોના મોબાઇલ હેક કરી લાખો રૂપિયાની સાયબર ઠગાઈ કરનાર ગેંગ સામે સુરત સાયબર ક્રાઈમ પોલીસને મોટી સફળતા મળી હતી. ફરિયાદ મુજબ જાન્યુઆરીથી મે 2026 દરમિયાન આરોપીઓએ બનાવટી ઈ ચલણ એપીકે ફાઇલ મોકલી, તેને ડાઉનલોડ કરાવ્યા બાદ પીડિતોના મોબાઇલ હેક કર્યા અને તેમની જાણ બહાર અલગ-અલગ બેંક ખાતાઓમાં 24.40 લાખ ટ્રાન્સફર કરી ઠગાઈ આચરી હતી. બનાવને લઈ સુરતના ઈન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર સહિતનાઓની સુચનાને લઈ ડીસીપી બિશાખા જૈનની ટીમે મધ્યપ્રદેશના ઉજ્જૈનથી રિતિક સુનીલભાઈ બાલી અને ટીંકુ ભગવતીલાલ પરમારની ધરપકડ કરી હતી. જે અંગે સાયબર ક્રાઈમના ડીસીપી બિશાખા જૈન એ વધુ માહિતી આપી હતી.
