સુરત નવી સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકો માટે હાઈટેક સુરક્ષા

Featured Video Play Icon
Spread the love

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકો માટે હાઈટેક સુરક્ષા
NICUમાં ઇલેક્ટ્રોનિક સિક્યુરિટી ટેગ સિસ્ટમનો પ્રારંભ
નવજાત બાળકોની સુરક્ષા માટે RFID આધારિત ટેક્નોલોજી અમલમાં
સ્ટેમસેલ બિલ્ડિંગમાં સુરક્ષા સિસ્ટમનું જીવંત ડેમો રજૂ

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકોની સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે હવે હાઈટેક ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. સ્ટેમસેલ બિલ્ડિંગમાં આવેલા એન.આઈ.સી.યુ. વિભાગમાં ઇલેક્ટ્રોનિક સિક્યુરિટી ટેગ સિસ્ટમનું જીવંત ડેમો રજૂ કરવામાં આવ્યું હતું.

સુરતની નવી સિવિલ હોસ્પિટલ સતત દર્દીઓ માટે આધુનિક સુવિધાઓ ઉમેરતી રહી છે. હવે નવજાત બાળકોની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે એન.આઈ.સી.યુ. વિભાગમાં વિશેષ ઇલેક્ટ્રોનિક સિક્યુરિટી ટેગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ નવજાત બાળકના હાથમાં એક ખાસ ઇલેક્ટ્રોનિક ટેગ લગાવવામાં આવે છે. જો કોઈ અજાણી વ્યક્તિ બાળકને હોસ્પિટલની બહાર લઈ જવાનો પ્રયાસ કરે અને એક્ઝિટ પર લગાવવામાં આવેલા સેન્સર સુધી પહોંચે, તો તરત જ સાયરન વાગી ઊઠે છે અને સમગ્ર સ્ટાફ એલર્ટ થઈ જાય છે. જેથી બાળકને સુરક્ષિત રાખી શકાય અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને સમયસર અટકાવી શકાય. આ નવી હાઈટેક વ્યવસ્થાનો આજે હોસ્પિટલમાં જીવંત ડેમો પણ રજૂ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *