એલસીબી ટીમે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેઇડ કરી
ચાર મહિલા આરોપીઓ ની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી
દેશી દારૂ લીટર-૧૪૯ ની કિ.રૂ.૨૯,૮૦૦/- કબજે લીધો
મહુડાના ફુલનો વોશ લીટર ૧૨૦૪ ની કિ.રૂ.૩૦૧૦૦/- કબજે લીધો
દાહોદ તેમજ મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજયમાથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી/પરીવહન કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમજ દેશીદારુનુ વેચાણ કરતા ઇસમો, દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેઇડ કરી એલ.સી.બી.ટીમ ચાર મહિલા આરોપીઓ ની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી
મળતી માહિતી અનુસાર એલ.સી.બી.સ્ટાફના માણસોની જુદી-જુદી ટીમો પ્રોહીબિશનની પ્રવૃતિ આચરતા ઇસમો તેમજ પ્રોહી બુટલેગર ઉપર વોચ ગોઠવી માહિતી એકત્રિત કરવાની કામગીરીમા કાર્યરત હતી. તથા એલ.સી.બી. ટીમ દાહોદ ડિવીજનમા પેટ્રોલીંગમા નિકળેલ તે દરમ્યાન એલ.સી.બી.ટીમને બાતમી માહિતી મળેલ કે, દેલસર ગામે નિશાળ ફળીયામા કેટલીક બહેનોના ઘરોમા તથા તેમના વાડામા તથા ખુલ્લી જગ્યામા ગેરકાયદેસર દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલુ કરી દેશી દારૂ ગાળે છે.જે આધારે વ્યુહાત્મક રીતે આયોજનબધ્ધ વોચ ગોઠવી દેશી દારૂ તથા મહુડાના ફુલનો વોશ તેમજ દેશી દારૂ બનાવવાના સાધાનો સાથે ચાર મહીલાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી દેશી દારૂ લીટર-૧૪૯ ની કિ.રૂ.૨૯,૮૦૦/- તથા મહુડાના ફુલનો વોશ લીટર ૧૨૦૪ ની કિ.રૂ.૩૦૧૦૦/- તથા દેશી દારૂ બનાવવાના સાધાનોની કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ કિ.રૂ ૫૯,૯૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો સાથે ચાર મહીલા આરોપીઓને ઝડપી પાડી પ્રોહી કેસ શોધી કાઢવામા દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે…