સુરતની સલાબતપુરા પોલીસે બેગ સ્નેચિંગ કરનાર રીઢાઓને ઝડપ્યા

Featured Video Play Icon
Spread the love

સુરતની સલાબતપુરા પોલીસે બેગ સ્નેચિંગ કરનાર રીઢાઓને ઝડપ્યા
અફઝલ ઉર્ફે લાંબી યુનુસ શેખ અને અશફાક ઉર્ફે કાલીયા યુસુફ શેખને ઝડપ્યા

સુરતની સલાબતપુરા પોલીસે બેગ સ્નેચિંગ કરનાર રીઢાઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો જેમાં રોકડ, દાગીના અને મોબાઈલ હોવાનું પોલીસે જણાવ્યુ હતું.

સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ આરએ જાડેજાની ટીમ પીએસઆઈ એસઆઈ મકરાણી સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો કિશોરભાઈ, અપોકો અવીનાશભાઈ તથા અપોકો રીતેષભાઈને મળેલી બાતમીના આધારે ગત 28 જુનના રોજ સવારના સમયે રીક્ષામાં જતા મુસાફરનો દાગીના, મોબાઈલ અને રોકડ મુકેલ બેગ ઝુંટવી ભાગી છુટેલા રીઢાઓ અફઝલ ઉર્ફે લાંબી યુનુસ શેખ અને અશફાક ઉર્ફે કાલીયા યુસુફ શેખને ઝડપી પાડી તેઓ પાસેથી પોલીસે 100 ટકા મુદ્દામાલ કબ્જે કરી તેઓને સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *