સુરતના લિંબાયત વિસ્તારમાં મહિલાની છેડતી,
જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપીને ઝડપ્યો
આરોપી મુબસ્સીર ઉર્ફે મુબા ફિરોઝ શાહની ધરપકડ
સુરતના લિંબાયત વિસ્તારમાં મહિલાની છેડતી, શારીરિક અડપલાં અને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપીને લિંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ સહિતનાઓની સુચનાને લઈ લિંબાયત પીઆઈ ડીડી ચૌહાણની ટીમ પીએસઆઈ કેપી જાડેજા સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ અંકિતભાઈ અને અપોકો યુવરાજસિંહને બાતમી મળી હતી કે ગત્ 30 જૂનના રોજ એક મહિલા અને તેમની બહેન મોહરમનું જુલૂસ જોવા ગયા હતા. તે દરમિયાન આરોપી મુબસ્સીર ઉર્ફે મુબા ફિરોઝ શાહ તેમની પાછળ ગયો હતો અને અશ્લીલ ઇશારા કર્યા હતા. મહિલાએ વિરોધ કરતાં આરોપીએ તેમની સાથે શારીરિક અડપલાં કર્યા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે આરોપી હાલ લિંબાયત વિસ્તારમાં હોવાની માહિતી મળતા જ લિંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી મુબસ્સીર ઉર્ફે મુબા શાહને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
