હિરાનગરી સુરતમાં હિરા અને સોનાની ચોરી

Featured Video Play Icon
Spread the love

હિરાનગરી સુરતમાં હિરા અને સોનાની ચોરી
માત્ર 30 સેકન્ડમાં જ બંગાળી કારીગર ચોરી કરી ભાગી છુટ્યો
ઘટના સીસીટીવીમાં કેદ થતા ચકચાર મચી જવા પામી

હિરા નગરી સુરતમાં હિરા બજાર અને સોના બજારના હબ એવા મહિધરપુરા વિસ્તારમાં માત્ર 30 સેકન્ડમાં જ બંગાળી કારીગર લાખોના હિરા અને સોનાની ચોરી કરી ભાગી છુટ્યો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થતા ચકચાર મચી જવા પામી છે.

સુરતમાં રોજેરોજ ચોરી સહિતની ઘટનાઓ વધી રહી છે ત્યારે સુરતના મહીધરપુરા વિસ્તારના ભવાનીવડ મેઇન રોડ પર આવેલા સાંધા જ્વેલ્સ કારખાનામાં કામ કરતો એક બંગાળી કારીગર 30 લાખથી વધુની કિંમતનું સોનું અને હીરા ચોરીને માત્ર 30 સેકન્ડમાં ફરાર થઈ ગયો હતો. તો ચોરીની ઘટનાનો સમગ્ર ઘટનાક્રમ કારખાનાના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. ચોરીની જાણ થતાં મહીધરપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ગુનો નોંધી સીસીટીવી સહિતના પુરાવાના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *