સુરતમાં ભાજપની પ્રશિક્ષણ મહા અભિયાન 2026

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ભાજપની પ્રશિક્ષણ મહા અભિયાન 2026
દક્ષિણ ઝોનની પ્રશિક્ષણ કાર્યશાળાનું ભવ્ય ઉદ્ઘાટન કરાયુ
કાર્યશાળામાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માર્ગદર્શન આપશે.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત પંડિત દિનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન 2026 અંતર્ગત દક્ષિણ ઝોનની પ્રશિક્ષણ કાર્યશાળાનું ભવ્ય ઉદ્ઘાટન કરાયુ હતું. આ કાર્યશાળામાં સંગઠનને વધુ મજબૂત બનાવવા, કાર્યકરોમાં નેતૃત્વ ક્ષમતા વિકસાવવા તેમજ પક્ષની વિચારધારાને જનજન સુધી પહોંચાડવા માટે વિશેષ માર્ગદર્શન આપશે.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના માર્ગદર્શન હેઠળ પંડિત દિનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન 2026 અંતર્ગત દક્ષિણ ગુજરાત ઝોનની પ્રશિક્ષણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન વરિષ્ઠ નેતાઓ અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યુ હતું. આ કાર્યશાળામાં પક્ષના કાર્યકરો અને પદાધિકારીઓને સંગઠનાત્મક માળખું, જનસંપર્ક, સુશાસન, વિકાસની નીતિઓ તેમજ ભાજપની વિચારધારા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. ભાજપ દ્વારા કાર્યકરોને વધુ સશક્ત અને જવાબદાર બનાવવા માટે આ અભિયાનને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનોએ કાર્યકરોને સમાજના દરેક વર્ગ સુધી પહોંચીને સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવા અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આહ્વાન કર્યું હતું. પ્રશિક્ષણ મહા અભિયાન આગામી દિવસોમાં રાજ્યના વિવિધ ઝોનમાં પણ યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *