સુરતના નાસીરનગર વિવાદિત ડિમોલિશન મામલે વળાંક
જમીનના મૂળ માલિક હોવાનો દાવો કરતી એક વૃદ્ધ
પોતાના સ્વાર્થ માટે મુદ્દાને ઉછાળી રહ્યા છે.
સુરતના નાસીરનગર વિવાદિત ડિમોલિશન મામલે હવે નવો વળાંક આવ્યો છે. જમીનના મૂળ માલિક હોવાનો દાવો કરતી એક વૃદ્ધ મહિલાનો વીડિયો સામે આવ્યો છે.
સુરતના નાસીરનગર ડિમોલિશન વિવાદ વચ્ચે હવે જમીનના મૂળ માલિક મહિલા હોવાનું કહેવાતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં મહિલા દાવો કરી રહી છે કે પાલિકાએ ડિમોલિશન જમીનનો કબજો લેવા માટે નહીં પરંતુ કાયદેસરની પ્રક્રિયાના ભાગરૂપે કર્યું છે. વાયરલ વીડિયોમાં મહિલાએ જણાવ્યું છે કે સુરતના જિલાની બ્રિજ નજીક આવેલી જમીન તેમની માલિકીની હતી અને તેમણે વર્ષો પહેલા આ જમીન સ્કૂલ બનાવવા માટે કોર્પોરેશનને દાનમાં આપી હતી. મહિલાએ વધુમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે હાલ જે લોકો વિરોધ કરી રહ્યા છે અને પોતાને સમાજના આગેવાનો તરીકે રજૂ કરી રહ્યા છે, તેઓ પોતાના સ્વાર્થ માટે મુદ્દાને ઉછાળી રહ્યા છે.
