ભાવનગર મોતીતળાવ વિસ્તારમાં રહેતા લોકો અસામાજિક તત્વોથી ભયભીત
કાયદો અને વ્યવસ્થા ફાટીને ધુમાડે ગઈ
વિસ્તારમાં ગુંડાઓનું રાજ ચાલતું હોવાની રાવ
ભાવનગર શહેરના મોતીતળાવ વિસ્તારમાં મસ્જિદ પાસેના અલગ અલગ વિસ્તારોમાં લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થા કથળીના ખાડે ગઈ છે અસામાજિક તત્વોને મોકળુ મેદાન મળી ગયું હોય તેમ તમામ પ્રકારના નશાકારક પદાર્થો નો ગેરકાયદે વેપલો ચોરી છેડતી મારામારી સહિતના ગુનાઓ રોજબરોજ બની રહ્યા છે ત્યારે આ વિસ્તારને અસામાજિક તત્વોના ત્રાસ માંથી સત્વરે મુક્ત કરવા સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.
શહેરના મોતીતળાવ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ પ્રશ્નોને લઈને સ્થાનિક રહીશો ત્રાહિમામ પોંકારી ઉઠ્યા છે જવાબદાર તંત્ર માટે આ વિસ્તાર હંમેશા માટે ઓરમાન હોય એવું લાગી રહ્યું છે ત્યારે આ વિસ્તારમાં અસામાજિક તત્વોની ધાક દિન પ્રતિદિન મજબૂત બની રહી છે છથી વધુ એરિયામાં તમામ પ્રકારના નશાના કાળા કારોબાર બે રોકટોકપણે ચાલે છે એવી જ રીતે વાહનથી લઈને ઘરવખરી અને ઘર બહાર મૂકવામાં આવેલ કોઈ પણ વસ્તુ કે ઘરના આંગણમાં મૂકેલી ચીજ વસ્તુઓ સલામત નથી અસામાજિક તત્વો પાણીની મોટરથી લઈને મોબાઇલ સુધીની વસ્તુઓ ચોરી કરી લઈ જાય છે ચોર કોણ છે અને કેવા છે તે બાબતે સ્થાનિક લોકો સારી રીતે વાકેફ હોવા છતાં આવા બનાવવા અંગે લોકો પોલીસને ફરિયાદ પણ કરી શકતા નથી
પોલીસ ફરિયાદ કરે તો આવા ગુંડા મળવાલીઓ ફરિયાદ કરતા વ્યક્તિને રંજાડે છે એવી જ રીતે ધોળા દિવસે પણ મહિલાઓ બેન દીકરીઓને ઘર બહાર સુરક્ષિત નીકળવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે સાંજ ઢળતા ની સાથે જ અસામાજિક તત્વો અડ્ડા જમાવે છે અને રસ્તે પસાર થતાં રાહદારીઓથી લઈને મહિલાઓની છેડતી અને અકારણ મારામારી પૈસા પડાવવા સહિતની ઘટનાઓ રોજબરોજ વધી રહી છે મોબાઈલ ચોરી અને પેટ્રોલ ચોરીનું દુષણ સૌથી વધુ હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર આ એરિયામાં સતત બને અને 24 કલાક પેટ્રોલિંગ હાથ ધરે અસામાજિક તત્વોને ઝેર કરે એવી માંગ સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી રહી છે
