સુરતના ઉધના વિસ્તારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ
ચોસઠ જોગાણી માતા મંદિર રોડ પર દોડતી કારમાં અચાનક આગ
સુરતના ઉધના વિસ્તારમાં ચોસઠ જોગાણી માતા મંદિર રોડ પર દોડતી કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ચોસઠ જોગાણી માતા મંદિર તરફ જતા રોડ પર દોડતી કારમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગતાની સાથે જ કારમાં સવાર લોકોએ સમયસૂચકતા દાખવી તાત્કાલિક કારમાંથી બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ નહોતી. જોતા જોતા સેકન્ડોમાં આખી કાર આગની ચપેટમાં આવી ગઈ હતી અને આગની ઊંચી જ્વાળાઓ દૂર સુધી દેખાઈ રહી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે કાર સંપૂર્ણપણે બળી ખાખ થઈ ગઈ હતી.
