માંડવી તાલુકાના ઝાખલા ગામનો ઉભરતો સિતારો લઈજાધવ

Featured Video Play Icon
Spread the love

માંડવી તાલુકાના ઝાખલા ગામનો ઉભરતો સિતારો લઈજાધવ
લય જાધવે સ્પોટ ક્ષેત્ર તથા ફિલ્મ જગતમાં આગવી ઓળખ ઊભી કરી
માંડવી તાલુકા તથા ઝાખલા ગામનું ગૌરવ વધાર્યું છે

સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઝાખલા ગામના જાગીરદાર પરિવારના લય વિમલેશભાઈ રમણભાઈ જાધવ ઉભરતો સિતારો જેમણે સ્પોટ ક્ષેત્રે બોડી બિલ્ડીંગ માં કોઈપણ જાતના ડ્રગ્સ લીધા વિના ત્રણ સર્ટિફિકેટ મેળવ્યા છે જેમાં એક વિનિંગ તથા બે પાર્ટિસિપેટના સર્ટીફીકેટ પ્રાપ્ત કર્યા છે. તેમજ તેમને ફિલ્મ ક્ષેત્રે પણ આગવી ઓળખ ઊભી કરી છે એવા યુવાન વયે ખૂબ જ પ્રતિભાશાળી ઓળખ ઊભી કરી છે તેમના પિતાશ્રી વિમલેશભાઈ જાધવ જેવો અનેક સંસ્થાઓ સાથે તેમજ રાજકીય તથા સામાજિક ક્ષેત્રે પણ જોડાયેલ હતા.

લઈ કુમારની પહેલી ફિલ્મ બચ્ચુંની બહેનપણી જેમાં ડાયરેક્ટર વિપુલ મહેતા અને પોડ્યુસર રશ્મિન મજીઠીયા કોકોનટ મોશન પિક્ચર્સ માલિક રશ્મિન મજીઠીયાતેમજ સિનિયર એક્ટર સિદ્ધાર્થ રાંદેરિયા સાથે સ્કીન શેર કરેલ હતી તેમણે સ્પોટ ક્ષેત્રે તેમજ ફિલ્મ ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરી માંડવી તાલુકા તથા જાખલા ગામનું ગૌરવ વધાર્યું છે. માંડવી તાલુકામાં લય કુમાર જેમણે ફિલ્મ ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરતા માંડવી તાલુકા ના સમગ્ર પંથકમાં આનંદની લહેર ફેલાય છે અને લઈ કુમારને ઉત્તરોત્તર પ્રગતિના પંથો સર કરો એવી શુભકામના પાઠવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *