સુરતમાં પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંદેશ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંદેશ
સરથાણા નેચર પાર્ક ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ
ડૉ. જગદીશ સખિયા અને તેમની ટીમે ઉત્સાહપૂર્વક ભાગ લીધો

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરતમાં પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંદેશ આપવામાં આવ્યો છે. પી. જે. સખિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સરથાણા નેચર પાર્ક ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી 100 વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ડૉ. જગદીશ સખિયા અને તેમની ટીમે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

વિશ્વ પર્યાવરણ દિવસના અવસર પર પી. જે. સખિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સરથાણા નેચર પાર્ક ખાતે 100 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. સખિયા સ્કિન ક્લિનિકના સ્થાપક ડૉ. જગદીશ સખિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને હરિયાળા ભવિષ્ય માટે સમાજને પ્રેરિત કરવાનો હતો.ટ્રસ્ટની સ્થાપના ડૉ. જગદીશ સખિયાની માતા સ્વર્ગસ્થ પાર્વતી જાદવભાઈ સખિયાની સ્મૃતિમાં કરવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા આરોગ્ય, માનવતા, પર્યાવરણ અને સામાજિક વિકાસ ક્ષેત્રે સતત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.“સ્વસ્થ જીવ નની શરૂઆત સ્વસ્થ પર્યાવરણથી થાય છે. વૃક્ષારોપણ માત્ર એક દિવસની પ્રવૃત્તિ નથી, પરંતુ આવનારી પેઢીઓ માટેની આપણી જવાબદારી છે. વધુમાં વધુ લોકો વૃક્ષો વાવે અને તેની સંભાળ રાખે તે જરૂરી છે.

કાર્યક્રમ દરમિયાન વૃક્ષોના મહત્વ, સ્વચ્છ હવા, જૈવ વૈવિધ્ય અને ટકાઉ જીવનશૈલી અંગે પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ટ્રસ્ટ દ્વારા ખાસ કરીને યુવા પેઢીને પર્યાવરણ સંરક્ષણ માટે સક્રિય ભૂમિકા ભજવવા અપીલ કરવામાં આવી હતી.સખિયા સ્કિન ક્લિનિક માત્ર સ્કિન, હેર, લેસર અને કોસ્મેટિક સારવાર પૂરતી જ સીમિત નથી, પરંતુ પી. જે. સખિયા ચેરિટેબલ ટ્રસ્ટ મારફતે વિવિધ સામાજિક અને પર્યાવરણીય પહેલોમાં પણ સતત યોગદાન આપી રહી છે. વિશ્વ પર્યાવરણ દિવસ પર 100 વૃક્ષોનું વાવેતર કરીને પી. જે. સખિયા ચેરિટેબલ ટ્રસ્ટે હરિયાળા અને સ્વચ્છ ભવિષ્ય માટે મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *