અમરેલી નગરપાલિકામાં નવનિયુક્ત પ્રમુખે ચાર્જ સંભાળતા જ એક્શન મોડમાં
ભ્રષ્ટાચાર કરનારા તત્વોની હવે ખેર નથી,
અમરેલી નગરપાલિકામાં નવનિયુક્ત પ્રમુખે ચાર્જ સંભાળતા જ એક્શન મોડમાં આવ્યા છે
અમરેલી નગરપાલિકામાં પ્રમુખએ ચેતવણી આપતા કહ્યું કે ભ્રષ્ટાચાર કરનારા તત્વોની હવે ખેર નથી,
ફાયર NOC, બાંધકામ રજા ચિઠ્ઠી કે નિયમબદ્ધ કરવાની કામગીરીમાં લાંચ નહીં ચલાવાય તેમજ કોઈપણ કર્મચારી કે એજન્ટ રૂપિયા માંગે તો સંપર્ક કરવા લોકોને અપીલ કરી છે. અને ભ્રષ્ટાચારના પુરાવા મળશે તો તુરંત જ કડકમાં કડક પગલાં લેવાની પણ વાત કરી છે
પ્રમુખ વૈશાલીબેનએ વધુમાં જણાવ્યું હતું કે સાંસદ અને ઉર્જા મંત્રીના માર્ગદર્શન હેઠળ અમરેલીને સુંદર-સમૃદ્ધ બનાવાશે, અને ૫ વર્ષમાં ચૂંટણી વાયદા પૂર્ણ કરી અમરેલીને ‘સ્માર્ટ સિટી’ બનાવવાનો મક્કમ નિર્ધાર કર્યો છે
