વરાછા પોલીસ મથકમાં 21 વર્ષ પહેલા નોંધાયેલા ગુનામાં ફરાર આરોપી

Featured Video Play Icon
Spread the love

વરાછા પોલીસ મથકમાં 21 વર્ષ પહેલા નોંધાયેલા ગુનામાં ફરાર આરોપી
આરોપીને કર્ણાટકથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
બાબુસિંગ મહોબતસિંગને મેંગ્લોરથી ઝડપી પાડ્યો

21 વર્ષ પહેલા વરાછા પોલીસ મથકમાં નોંધાયેલા ચીટીંગના ગુનામાં નાસતા ફરતા આરોપીને કર્ણાટકથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર દ્વારા અપાયેલી સુચનાને લઈ ક્રઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની આર્મ્સ સ્કોડની ટીમે બાતમીના આધારે વર્ષ 2005માં એટલે કે 21 વર્ષ અગાઉ વરાછા પોલીસ મથકમાં નોંધાયેલા ચીટીંગના ગુનિામાં નાસતા ફરતા આરોપી એવા મુળ રાજસ્થાનના પાલીનો અને હાલ કર્ણાટકના મેંગ્લોરમાં રહેતા બાબુસિંગ મહોબતસિંગને મેંગ્લોરથી ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જો વરાછા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *