ભાવનગરમાં પોલીસ, ટ્રાફિક પોલીસ, અને દબાણ સેલની સંયુક્ત કામગીરી
હેવમોર ચોકથી ગંગાજળિયા તળાવ સુધીમાંથી દબાણો દૂર
ભાવનગરમાં પોલીસ, ટ્રાફિક પોલીસ, અને દબાણ હટાવ સેલની ટીમે સંયુક્ત કામગીરી હાથ ધરી હેવમોર ચોકથી ગંગાજળિયા તળાવ સુધીમાંથી દબાણો દૂર કરી વાહન ચાલકોને દંડ ફટકાર્યો
તાજેતરમાં સીટી બસ ચાલક પર રીક્ષા ચાલકે છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટનાના ઘેરા પડઘા પડયા હતા. ત્યારે આજરોજ સી ડિવિઝન પોલીસ, ટ્રાફિક પોલીસ તથા બીએમસીના દબાણ હટાવ સેલની ટીમે સંયુક્ત કામગીરી હાથ ધરી હતી. ભાવનગર શહેરમાં દિનપ્રતિદિન વધતી જતી ટ્રાફિક સમસ્યા અને દબાણ સંદર્ભે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે તાજેતરમાં સીટી બસ ચાલક પર રીક્ષા ચાલકે છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટનાને લઈને આજરોજ સી ડિવિઝન પોલીસ, ટ્રાફિક પોલીસ તથા દબાણ હટાવ સેલની ટીમે રૂપમ ચોકથી ગંગાજળિયા તળાવ સુધીના રોડ પરથી દબાણો દૂર કરવા સાથે રોડ પર આડેધડ વાહનો પાર્ક કરતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી દંડ ફટકારવામાં આવ્યો હતો. આ કામગીરીને પગલે તળાવમાં અડ્ડીગો જમાવીને બેસી રહેતાં રીક્ષા ચાલકો,લારી,ધારકો પથરણા વાળાઓ તિતર-બિતર થઈ જતા ગંગાજળિયા તળાવ ખાલીખમ જોવા મળ્યું હતું. તંત્રની કામગીરી ને લોકોએ વખાણી હતી.
