આજે શનિ જયંતિ અને અમાસના પવિત્ર સંયોગ
નવસારીના ગ્રીડ વિસ્તારમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
શનિદેવ અને નવગ્રહ મંદિરે દર્શન-દાનપુણ્ય માટે વહેલી સવારથી ભારે ભીડ
આજે શનિ જયંતિ અને અમાસના પવિત્ર સંયોગે નવસારીના ગ્રીડ વિસ્તારમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું: શનિદેવ અને નવગ્રહ મંદિરે દર્શન-દાનપુણ્ય માટે વહેલી સવારથી ભારે ભીડ
વૈશાખ વદ માસની પવિત્ર અમાસના દિવસે શનિ અમાસ અને શનિદેવના જન્મોત્સવ એટલે કે શનિ જયંતિનો ત્રિવેણી સંયોગ રચાતા આજે નવસારીના ગ્રીડ વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોએ આસ્થાનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ગ્રીડ ખાતે સ્થિત સુપ્રસિદ્ધ રાહુલ નવગ્રહ દેવતા મંદિર, રામ-સિતેશ્વર મહાદેવ અને શનિદેવ મંદિરે વહેલી સવારથી જ ભાવિક ભક્તો દૂર-દૂરથી મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા, જેને કારણે મંદિર પરિસરો ભક્તોના મહેરામણથી ઉભરાયા હતા. ધાર્મિક દ્રષ્ટિએ શનિ અમાસ અને શનિ જયંતિનું ખૂબ જ વિશેષ મહત્વ હોવાથી શ્રદ્ધાળુઓએ શનિદેવને તેલ, અડદ વગેરે ચઢાવી વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ પવિત્ર અવસરે અનેક લોકોએ ગ્રહદોષ નિવારણ માટે વિધિ-વિધાન કરવા સાથે ગરીબોને યથાશક્તિ દાન-પુણ્ય કરી દેવાધિદેવના આશીર્વાદ મેળવ્યા હતા અને ધન્યતા અનુભવી હતી. વહેલી સવારથી શરૂ થયેલો ભક્તોનો આ પ્રવાહ મોડી સાંજ સુધી સતત ચાલુ રહ્યો હતો..
