ભેસ્તાનમાં અસામાજિક તત્વોનો આતંક,

Featured Video Play Icon
Spread the love

ભેસ્તાનમાં અસામાજિક તત્વોનો આતંક,
રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો
માથાભારે મુબિન ઉર્ફે બલ્લુનો હુમલો,
ભેસ્તાન ઘટનાથી સ્થાનિકોમાં ડરનો માહોલ,
પોલીસ પેટ્રોલિંગ સામે ઉઠ્યા સવાલો
પોલીસે ઘટનાની ગંભીરતા જોઈ તપાસ હાથ ધરી,

ભેસ્તાન વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક રોજેરોજ સામે આવી રહ્યો છે ત્યારે એક રિક્ષા ચાલક પર કરાયેલા અસામાજિક તત્વના હુમલા અને અન્યોને જાનથી મારી નાંખવાની અપાયેલી ધમકીને લઈ સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

સુરતમાં ગુનેગારો બેફામ બની રહ્યા છે ત્યારે ભેસ્તાન વિસ્તારમાં એક પર જીવલેણ હુમલો કરાયો હતો. ભેસ્તાનમાં માથાભારે મુબિન ઉર્ફે બલ્લુ નામના ઈસમે રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો કર્યો હતો અને ત્યારબાદ અન્ય 4 થી 5 લોકોને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપતા સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. સરેઆમ બનેલી આ ઘટનાને લઈ સ્થાનિકોમાં ડર સાથે પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો જોવા મળ્યા હતા. જો કે હાલ પોલીસે ઘટનાની ગંભીરતા જોઈ ત્વરિત તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *