પ્રધાનમંત્રી મોદીએ જનતાને કરી અપીલ..

Featured Video Play Icon
Spread the love

પ્રધાનમંત્રી મોદીએ જનતાને કરી અપીલ..
સોનું, પેટ્રોલ-ડીઝલ અને ખાદ્યતેલનો સંયમિત ઉપયોગ કરવાની કરી અપીલ..

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેલંગણાની મુલાકાત દરમિયાન કેટલીક વિકાસ યોજનાઓની જાહેરાત કરી હતી અને સિકંદરાબાદમાં એક જનસભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે લોકોને વિદેશી હૂંડિયામણ બચાવવાની અપીલ કરી હતી, જેના માટે તેમણે પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઘટાડવા, એક વર્ષ સુધી સોનું ન ખરીદવા અને ખાદ્ય તેલનો ઉપયોગ પણ ઓછો કરવાની સલાહ આપી હતી.

કૉંગ્રેસે વડા પ્રધાન મોદીના ભાષણની ટીકા કરી છે અને કહ્યું છે કે પીએમ મોદી અર્થતંત્રને બચાવવા માટે ઇમરજન્સીનાં પગલાં લેવાના બદલે જનતાને જ મુશ્કેલીમાં નાખી રહ્યા છે. પીએમ મોદીએ જનસભામાં કહ્યું કે “સપ્લાય ચેઇનની મુશ્કેલીઓ વચ્ચે છેલ્લા બે મહિનાથી આપણા પડોશમાં યુદ્ધ ચાલે છે. તેની અસર આખી દુનિયા પર પડી છે અને ભારત ઉપર તો વધારે ગંભીર અસર પડી છે.

ભારતની પાસે ઈંધણના મોટા કૂવા નથી. આપણે જરૂરિયાત પ્રમાણે પેટ્રોલ-ડીઝલ-ગૅસ એ બધું દુનિયાના બીજા દેશો પાસેથી મોટા પ્રમાણમાં મગાવવું પડે છે. યુદ્ધના કારણે આખી દુનિયામાં પેટ્રોલ, ડીઝલ, ગૅસ અને ફર્ટિલાઇઝરના ભાવમાં ભારે વધારો થયો છે. આસમાનને પાર કરી ગયા છે. પડોશના દેશોમાં શું ચાલે છે તે અખબારોમાં આવે છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *