સુરતમાં ચોરોનો આતંક સામે આવ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ચોરોનો આતંક સામે આવ્યો
ચાની દુકાનમાં રાત્રીના સમયે ત્રાટકેલા તસ્કરો હાથફેરો કરી ગયા
પોલીસ પેટ્રોલિંગ સામે ઉભા થઈ રહ્યા છે સવાલો

સુરતમાં ચોરોનો આતંક વારંવાર સામે આવી રહ્યો છે ત્યારે ચાની દુકાનમાં રાત્રીના સમયે ત્રાટકેલા તસ્કરો હાથફેરો કરી ગયા હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થતા વિડીયો સોશીયલ મિડીયામાં વાયરલ થઈ રહ્યો છે.

સુરતમાં ફરી ચોરોનો આતંક જોવા મળ્યો છે. સુરતમાં ઉધના પોલીસ મથકની હદમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ઉધના પટેલ નગર પાસે આવેલ ચાની દુકાનમાં રાત્રિના દરમિયાન 20 હાજર થી વધુની રોકડા ની ચોરીની ઘટના સીસીટીવી માં કેદ થતા હાલ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ચોરો દુકાનમાં શટલ ઉંચુ કરી પ્રવેશ કરી ચોરી કરી ભાગી છુટતા પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *