ભાલ પંથકના પીપળી ટોલનાકા પર રાતોરાત ટોલટેક્ષમા ધરખમ વધારો કર્યો
ભાવનગરથી અમદાવાદ, વડોદરા સહિતના ટૂંકા માર્ગનો મહત્તમ ઉપયોગ
વધારો તુરંત પાછો ખેંચવા વાહન ચાલકોની ઉગ્ર માંગ
વધારો પરત ખેંચવામાં નહીં આવે તો રોડ ચક્કાજામ કરી આંદોલનની ચીમકી
ભાવનગરથી અમદાવાદ, વડોદરાને જોડતા ટૂંકા માર્ગ પર ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં આવેલ પીપળી ટોલનાકા પર રાતોરાત ટોલટેક્ષમા ધરખમ વધારો કરાતાં વાહન ચાલકો મનોમન સમસમી ઉઠ્યા છે અને ટેક્ષમા કરાયેલ વધારો તત્કાળ પરત ખેંચવા ઉગ્ર માંગ કરાઈ રહી છે.
ભાવનગર શહેર જિલ્લાથી અમદાવાદ બરોડા શહીદના રાષ્ટ્રીય માર્ગોને જોડતા એકમાત્ર ટૂંકા માર્ગનો એટલે કે ભાલપંથકમાં આવેલ પીપળી ટોલનાકા પર રાતોરાત ટોલટેક્સમાં ધરખમ વધારો કરી દેવામાં આવતા વાહન ચાલકોમાં ભારે રોષ ફેલાયો છે ખાસ કરીને મુસાફરોનું પરિવહન કરતા વાહન ચાલકો મંદીના માહોલ અને ગળાકાપ સ્પર્ધા વચ્ચે માંડ માંડ વાહન થકી આજીવિકા રળવા મથામણ કરતા હોય એવા સમયે ટોલ ટેક્સમાં વધારો કરતા વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંપન્ન થતા ની સાથે જ અને આ ચૂંટણીના પરિણામ જાહેર થતાં જ ટોલટેક્સમાં વધારો કરી દેવામાં આવ્યો છે આ પીપળી ટોલનાકું શરૂ કરવાની સાથે જ રોડ તથા ટોલનાકા બનાવવાનો ખર્ચ સરકાર ઝડપથી વાહન ચાલકો પાસેથી વસુલી લેવાનાં મૂડમાં હોય તેમ ટોલટેક્સમાં અસહ્ય વધારા સાથે ટોલનાકું શરૂ કરવામાં આવ્યું છે ટોલ ટેક્સમાં કરાયેલા વધારા સંદર્ભે વાહન ચાલકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે કે ટેક્સમાં કરાયેલ વધારો પરત ખેંચવામાં આવે અને વ્યાજબી દરેક ટેક્સ ઉઘરાવવાની માંગ વાહન ચાલકો દ્વારા કરવામાં આવી રહી છે
ભાવનગર થી અમદાવાદ પહોંચવા સુધીમાં 550 રૂપિયાથી વધુ નો ટોલ ટેક્સ વસૂલવામાં આવતો હોવાનું વાહન ચાલકો જણાવી રહ્યા છે એક તરફ ઇંધણના ભાવમાં થઈ રહેલ વધારો અને મંદીના માહોલ વચ્ચે સરકાર દ્વારા કરવામાં આવેલ ટોલટેક્સનો વધારો ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે આંચકા રૂપ સાબિત થઈ રહ્યો છે ત્યારે ગરીબોના હિતને ધ્યાનમાં રાખીને આ ટોલટેક્સ નો વધારો તત્કાલ પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી છે.,
