સુરત મહાનગર પાલિકાની ચુંટણીમાં ભાજપની ભવ્ય જીત

Featured Video Play Icon
Spread the love

સુરત મહાનગર પાલિકાની ચુંટણીમાં ભાજપની ભવ્ય જીત
સી.આર. પાટીલે મતદારો અને ભાજપના કાર્યકરોને શુભેચ્છાઓ પાઠવી
પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના સફળ નેતૃત્વમાં ભાજપની જીત થઈ

સુરત મહાનગર પાલિકાની ચુંટણીમાં ભાજપની થયેલી ભવ્ય જીતને લઈ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે મતદારો અને ભાજપના કાર્યકરોને શુભેચ્છાઓ પાઠવી હતી.

સુરતમાં ભાજપની જીતને લઈ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે નિવેદન આપ્યુ હતુ અને મતદારોનો આભાર માનતા કહ્યુ હતું કે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના સફળ નેતૃત્વમાં ભાજપની જીત થઈ છે. મતદારોએ ભાજપ પર જે વિશ્વાસ કર્યો છે તે જાળવી રાખીશું. ભાજપની જીત માટે સી.આર.પાટીલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વ માટે આભાર માન્યો હતો. અને ભાજપ ફરી એકવાર વિકાસના કામો કરશે તેવી સી.આર.પાટિલે ખાતરી આપી હતી. ભાજપના કાર્યકર્તાઓનો પણ સી.આર.પાટીલે આભાર માન્યો હતો અને ભાજપની ભવ્ય જીત માટે તમામને શુભેચ્છા આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *