સુરતના માંગરોળ પોલીસ મથકમાં 11 વર્ષથી ફરાર ઈનામી આરોપી
11 વર્ષથી ફરાર 5 હજારના ઈનામી આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો
વડોદરામાં તાંદળજામાં રહેતા જહાંગીર મલેકને ઝડપી પાડ્યો
સુરતના માંગરોળ પોલીસ મથકમાં 11 વર્ષથી ફરાર 5 હજારના ઈનામી આરોપીને ક્રાઈમ બ્રાન્ચે અઠવાલાઈન્સ ખાતેથી ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર દ્વારા આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈ અનિચ્છનીય બનાવ અટકાવવા આપેલા આદેશને લઈ ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની મોબાઈલ ચોરી સ્કવોડની ટીમે બાતમીના આધારે સુરત જિલ્લાના માંગરોળ પોલીસ મથકમાં 11 વર્ષથી વોન્ટેડ અને 5 હજારના ઈનામી આરોપી મુળ ભરૂચના અંકલેશ્વરનો અને હાલ વડોદરામાં તાંદળજામાં રહેતા જહાંગીર મલેકને ઝડપી પાડી તેનો કબ્જો સુરત ગ્રામ્ય માંગરોળ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
