સુરતની સચીન જીઆઈડીસી પોલીસે બે રીઢાઓને ઝડપી પાડ્યા
એટીએમ સેન્ટરમાં કાર્ડની અદલાબદલી કરી રૂપિયા ઉપાડી લેતી ગેંગ
બે રીઢાઓ નૌશાદઅલી શેખ અને અખિલેશ પાલને ઝડપી પાડ્યા
સુરતની સચીન જીઆઈડીસી પોલીસે એટીએમ સેન્ટરમાં કાર્ડની અદલાબદલી કરી રૂપિયા ઉપાડી લેતી આંતર રાજ્ય ગેંગના બે રીઢાઓને ઝડપી પાડ્યા હતાં.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર પરમાર અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ કેએ ગોહિલની ટીમ પીએસઆઈ એચઆર પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો ભરતભાઈ તથા અપોકો કિશનસિંહ ને મળેલી બાતમીના આધારે એટીએમ સેન્ટરમાં કાર્ડની અદલાબદલી કરી લોકોની જાણ બહાર બેંકમાંથી રૂપિયા ઉપાડી લેતી ટોળકીના બે રીઢાઓ નૌશાદઅલી શેખ અને અખિલેશ પાલને ઝડપી પાડી તેઓ પાસેથી 54 એટીએમ કાર્ડ કબ્જે લીધા હતા. તો પોલીસે રીઢાઓ પાસેથી રોકડા રૂપિયા, મોટર સાઈકલ, મોબાઈલ મળી 1 લાખ 10 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
