માંડવી નગરપાલિકાની ફાયરની ટીમે ડેડ બોડી શોધી કાઢી
ડેડબોડીને માંડવી નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમે શોધી
ઝંખવાવના વાડીના બંધ પડેલ પથ્થરની ખાણમાં નાહવા જતા ડૂબી ગયેલ જીતેન ખુમાનસિંહની ડેડબોડીને માંડવી નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમે શોધી કાઢી
આજરોજ 12/4/2026 ના રોજ ઝંખવાવ વાડી ગામ ખાતે પથ્થરની બંધ ખાણના પાણીમાં એક અજાણ્યા માણસ નાહવા જતાં ડૂબી ગયેલ હતો જેની જાણ 112 દ્વારા માંડવી ફાયર બ્રિગેડને કરતા ઘટના સ્થળ ઉપર જઈ ડૂબેલા માણસની ડેડ બોડી પાણી માંથી શોધી બહાર કાઢવામાં આવી હતી જેમાં તપાસ કરતા મરણ પામનાર નું નામ જીતેન ખુમસિંગ મહેતા ઉંમર વર્ષ 30 ગામ ઉમરજર તાલુકો ઉમરપાડા જિલ્લો સુરત મૂળ રહેવાસી (ધનેરા એમપી) રહેવાસી છે આ કામગીરીમાં રાજેશભાઈ જોધપુરી, મહિપાલ મહિલા, જયેશ નાયકા, તથા શૈલેષ ગામિત જોડાયા હતા…..
