સુરત નવી સિવિલ હોસ્પિટલમાં અમરનાથ યાત્રાની તૈયારી

Featured Video Play Icon
Spread the love

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં અમરનાથ યાત્રાની તૈયારી
અમરનાથ યાત્રાએ જનારાઓ માટે મેડિકલ સર્ટીફીકેટ આપવાની શરૂઆત
રોજના 500 ટોકન આપવામાં આવશે.

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં અમરનાથ યાત્રાએ જનારાઓ માટે મેડિકલ સર્ટીફીકેટ આપવાની શરૂઆત કરાઈ છે. તો 70 વર્ષની ઉપરના વ્યક્તિઓ, ગર્ભવતિ મહીલાઓ, હ્રદયની બાયપાસ સર્જરી અને સ્ટેન્ટ મુકાયેલા વ્યક્તિઓને આ સર્ટીફીકેટ ઈશ્યુ નહી કરાશે તેમ જણાવાયુ હતું.

સુરત નવી સિવિલમાં આજથી અમરનાથ યાત્રા માટે મેડીકલ સર્ટીફીકેટ આપવાની શરૂઆત કરાઈ હોય તેમ તબીબો, લેબોરેટરી રૂમ તથા ઈસીજીની અલાયદી વ્યવસ્થા કરાઈ છે. જૂની મેડીકલ કોલેજ બિલ્ડીંગની સામે મેડીકલ ફીટનેશ સર્ટીફીકેટ આપવાની કામગીરી કરવામાં આવશે. અને રોજના 500 ટોકન આપવામાં આવશે. સરકારના પરિપત્ર મુજબ 13 વર્ષથી નીચેના અને 70 વર્ષની ઉપરના વ્યક્તિઓ, ગર્ભવતી મહિલાઓ, હ્રદયની બાયપાસ સર્જરી અને સ્ટેન્ટ મુકવામાં આવેલા વ્યક્તિઓને મેડીકલ સર્ટીફીકેટ ઈશ્યુ કરવામાં નહિ આવશે. તો નવી સિવિલ હોસ્પિટલ સાથે સ્મીમેર હોસ્પિટલમાં પણ મેડીકલ સર્ટીફીકેટ મળશે તેમ જણાવાયુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *