સુરતમાં મહેક ફાર્મના પંડાલમાં વેસ્ટેજમાં આગ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં મહેક ફાર્મના પંડાલમાં વેસ્ટેજમાં આગ
ડુમસ રોડ પર આવેલા મહેક ફાર્મમાં આગ લાગતા ભાગદોડ
આગમાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ડુમસ રોડ પર આવેલા મહેક ફાર્મના પંડાલમાં વેસ્ટેજમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી.

સુરતમાં ઉનાળાની શરૂઆત સાથે જ આગની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ડુમસ રોડ પર આવેલ અને વાવાઝોડામાં પડી ગયેલા મહેક ફાર્મના પંડાલમાં મુકાયેલા વેસ્ટેજમાં ભીષમ આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. આગ લાગતા દુર દુર સુધી ધુમાડો પ્રસરી જતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. તો બનાવની જાણ થતા જ ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. આગમાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *