સુરતમાં જૈન મુની સાગર ચંદ્રનો વિરોધ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં જૈન મુની સાગર ચંદ્રનો વિરોધ
સાધ્વીજી અને શ્રાવિકાઓનુ શોષણ કરાયુ
જૈન સમાજના લોકોએ ભેગા મળી આક્ષેપો કર્યા

સુરતમાં જૈન મુની સાગર ચંદ્રનો વિરોધ કરાયો હોય જૈન સમાજના લોકોએ ભેગા મળી સાધ્વીજી અને શ્રાવિકાઓનુ શોષણ કરાયુ હોવાના આક્ષેપો કર્યા હતાં.

સુરતમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો દ્વારા જૈન મૂની સાગર ચંદ્રનો વિરોધ કરાયો હતો. સાધ્વીજી અને શ્રાવિકાઓનું શારીરિક શોષણ જૈન મુનિસાગર ચંદ્ર કરતો હોવાના આક્ષેપ કરાયા હતાં. અને જણાવ્યુ હતુ કે છેલ્લા અનેક વર્ષોથી આ પ્રકારનું કૃત્ય જૈન મુનિ દ્વારા કરાતું હોવા છતાં પણ સંઘના શ્રેષ્ઠ દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી. જૈન મુનિ સામે અનેક ફરિયાદ છતાં નક્કર કાર્યવાહી કરાતી નથી, જેને લઈ સુરતમાં મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ જૈન સમુદાયના લોકો પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા અને જૈન મુનિસાગર ચંદ્ર સાથે જૈન સંઘના અનેક ટ્રસ્ટીઓની મીલીભગત હોવાના પણ આક્ષેપ કર્યા હતાં. જૈન મુનિસાગર ચંદ્રને ઉપાશ્રયમાંથી બહાર લાવી તેને કપડા પહેરાવવાની જૈન સમુદાયે માંગણી કરી હતી. જૈન મુનિસાગર ચંદ્ર સાથે અનેક બીજા અન્ય લંપટ મુનિઓની મિલી ભગત હોવાના પણ આક્ષેપ કરાયા હતાં. જૈન મુનિ સાગર ચંદ્ર સાથે રાજતીલક, કલ્યાણ સાગર, હાર્દિકરત્ન, ધર્મકીર્તિ સહિતના અનેક પાખંડી જોડાયેલા હોવાના પણ આક્ષેપો કરાયા હતાં. સાગરચંદ્ર સાથે આ તમામને પણ સંપ્રદાય છોડી દેવામાં આવે તેવી માંગણી કરાઈ હતી. તો જૈન મુનિ સાગર ચંદ્ર એ સંઘના લાખો કરોડો રૂપિયાની ઉચાપત કરી હોવાના પણ આક્ષેપ કરાયા છે.

જૈન સમાજની સર્વોચ્ચ સંસ્થા તપાગચ્છિય પ્રવર સમિતિ દ્વારા જૈન મુનિ સાગર ચંદ્રને સંઘમાંથી બહાર કરાયો છે છતાં પણ દરેક સંઘમાં સાગર ચંદ્રમાં સક્રિય હોવાના આક્ષેપ છે. જૈન સાગર ચંદ્ર સામે બે પોલીસ ફરિયાદ પણ થઈ છે. જૈન સંપ્રદાયની મહિલા તેમજ સાધ્વીજીઓ માટે આ સાગર ચંદ્ર મોટો ખતરો હોવાનું લોકોએ જણાવ્યુ હતું. આગમોદ્વારક જૈન સંઘમાં મુનિ સાગર ચંદ્ર રોકાયો ત્યાં વિરોધ કરવા ગયેલા લોકો સાથે ટ્રસ્ટીઓના ગેરવર્તન કર્યો હતો. જેથી મુનિસાગર ચંદ્ર આગામો દ્વારક સંઘમાં આવતા જ અનેક ટ્રસ્ટીઓના રાજીનામાં પણ પડ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *