સુરત શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

સુરત શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા કાર્યવાહી
પુણા પોલીસે પ્રતિબંધિત માદક પદાર્થ અફીણ સાથે એકને ઝડપ્યો
આરોપીની ઓળખ રેવન્તસિંહ રાયસિંહ રાઠોડની ધરપકડ

સુરત શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે ચાલી રહેલા “નો ડ્રગ્સ ઇન સુરત સિટી” અભિયાન હેઠળ વધુ એક સફળ કાર્યવાહી સામે આવી છે. પુણા પોલીસે પ્રતિબંધિત માદક પદાર્થ અફીણ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ, પુણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે પુણાગામ વિસ્તારમાં આવેલી સીતારામ સોસાયટી વિભાગ-૨માં રેઈડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ત્યાં રહેતા એક ઈસમ પાસેથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ પદાર્થ અફીણ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપી પાસેથી કુલ ૯૨ ગ્રામ અફીણ, જેની કિંમત અંદાજે ૨૭ હજાર ૬૦૦ રૂપિયા થાય છે, તેમજ એક મોબાઈલ ફોન સહિત કુલ ૩૦ હજાર ૬૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીની ઓળખ રેવન્તસિંહ રાયસિંહ રાઠોડ તરીકે થઈ છે, જે મૂળ રાજસ્થાનનો રહીશ છે અને હાલમાં પુણાગામ વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસે એનડીપીએસ એક્ટની કલમ ૮(સી), ૧૮(સી) અને ૨૯ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *