સુરતમાં અંબિકા નિકેતન મંદિરમાં વહેલી સવારથી જ ભીડ
આજથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત
શહેરના મંદિરોમાં ભક્તોની ભીડ
સુરતમાં ધાર્મિક માહોલના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આજથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થતાં જ શહેરના મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે. ખાસ કરીને અંબિકા નિકેતન મંદિરમાં વહેલી સવારથી જ દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે.
ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે સુરતના અંબિકા નિકેતન મંદિરમાં ભક્તિનો ઉમળકો જોવા મળી રહ્યો છે. મંદિરમાં માતાજીને અદભુત શણગારથી સજાવવામાં આવ્યા છે, જે ભક્તોને આકર્ષી રહ્યા છે. વહેલી સવારથી જ મંદિર બહાર ભક્તોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને ભક્તો શ્રદ્ધાભાવે માતાજીના દર્શન કરી રહ્યા છે. નવરાત્રી દરમિયાન અનેક ભક્તો ઉપવાસ રાખી પૂજા અર્ચના કરતા હોય છે અને મંદિર પરિસરમાં ભક્તિભર્યો માહોલ સર્જાયો છે. ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા સુંદર અને સુચારૂ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે, જેથી તમામ ભક્તોને સરળતાથી દર્શન મળી રહે.
