ડુપ્લીકેટ ચલણી નોટના કનેક્શનમાં સુરતના આશ્રમને લઈને ચોંકાવનારા દાવા

Featured Video Play Icon
Spread the love

ડુપ્લીકેટ ચલણી નોટના કનેક્શનમાં સુરતના આશ્રમને લઈને ચોંકાવનારા દાવા
સત્યમ યોગ ફાઉન્ડેશનના આશ્રમ વિશે લોકોના આક્ષેપ
આશ્રમમાં અસામાજીક પ્રવૃત્તિ ચાલતી હોવાની વાત

અમદાવાદમાં પકડાયેલી નકલી ચલણી નોટોમાં સુરતના કામરેજ ખાતે આવેલા સત્યમ યોગ ફાઉન્ડેશનના આગેવાન પ્રદીપની સંડોવણી સામે આવી છે. આ દરમિયાન સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે,

અમદાવાદ શહેરના અમરાઇવાડી વિસ્તારમાંથી બે કરોડની બનાવટી ચલણી નોટો સાથે છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે મોટો ખુલાસા થઇ રહ્યા છે અને તેના તાર સુરત સુધી જોડાયા છે. નકલી નોટોના કેસમાં શ્રી સત્યમ્ યોગ ધામના સંચાલક પ્રદીપ ગુરુજીની ધરપકડ કરવામાં આવી છે. પ્રદીપ ગુરુજી એટલે કે પ્રદીપ જોટાંગિયા શ્રી સત્યમ્ યોગ ફાઉન્ડેશન આશ્રમનો સંચાલક છે. ક્રાઇમ બ્રાંચે ધરકડ કરી ત્યારે પ્રદીપ ગુરુજી ગાડીમાંથી જ મળી આવ્યો હતો. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી ક્રિષ્ણા સોસાયટીના 77 નંબરના બંગલામાં રહેતો મુકેશ પટેલ આ નોટો છાપતો હતો. મુકેશ પટેલે ભાડેથી આ મકાન રાખ્યો છે. કહેવાય છે કે, આ બંગલામાં નોટો છાપવામાં આવતી હતી. અહીંથી નોટો કામરેજ ખાતે આવેલા આશ્રમમાં મોકલવામાં આવતી હતી. કોણ છે પ્રદીપ ગુરુજી ? વર્ષ 2018માં યોગગુરૂ પ્રદીપનો આપઘાતનો પ્રયાસ કર્યો હતો: વર્ષ 2018માં સત્યમ ફાઉન્ડેશન આશ્રમના યોગગુરૂ પ્રદીપે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યોગગુરૂએ આપઘાતનો પ્રયાસ કરતા પહેલા સાત પાનાની સુસાઇડ નોટ લખીને 10 જેટલા સાધકો દાનમાં આપેલા પૈસાની પઠાણી ઉઘરાણી કરીને પરત માંગે છે તેવો આક્ષેપ કર્યો હતો. તેણે કપાસના પાકમાં છાંટવાની દવા પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. પ્રદીપે સુસાઈડ નોટમાં દસ સાધકોનાં નામ પણ લખ્યાં હતા. તેણે સાધકોએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ કર્યો હતો.

આ સમગ્ર પકરણમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. પ્રદીપ જોટાંગિયાની ધરપકડ બાદ વધુ એક રસપ્રદ માહિતી સામે આવી રહી છે કે, નકલી ચલણી નોટો આશ્રમમાં છપાતી હતી. ત્યારબાદ સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાં હેરાફેરી થતી હતી. નોટોની સપ્લાય માટે આયુશ મંત્રાલયના નામનો ઉપયોગ થતો હતો. ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ અને સુરતમાં કાર્યવાહી કરી છે. હાલ પોલીસ તપાસમાં આવી રહેલી પ્રાથમિક વિગત મુજબ, આ પ્રકરણમાં ઝડપાયેલો પ્રદીપ ગુરુજી અગાઉ રાજકોટમાં રહેતો હતો. પ્રદીપ ગુરુજી રાજકોટમાં પટેલ ફાઉન્ડેશનના નામથી યોગ ક્લાસ ચલાવતો હતો. થોડા વર્ષોથી પ્રદીપ ગુરુજીએ સુરતમાં યોગ આશ્રમ શરૂ કર્યો હતો…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *