સુરતની પાંડેસરા પોલીસે દારૂના જથ્થા સાથે બુટલેગરોને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની પાંડેસરા પોલીસે દારૂના જથ્થા સાથે બુટલેગરોને ઝડપ્યો
વિદેશી દારૂનો 3 લાખ 48 હજારનો જથ્થો પડકયો
બુટલેગર કેતન ઠાકોર પટેલ, વિષ્ણુ દેવેન્દ્ર મહેશ્વરી અને હર્ષ મહેશ ઝવર

સુરતની પાંડેસરા પોલીસે લાખોના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરોને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા છે.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર ડામોર, નાયબ પોલીસ કમિશનર નીદી ઠાકુર અને મદદનીશ પોલીસ કમિશનર દેસાઈના માર્ગદર્શન હેઠલ પીઆઈ જેઆર ચૌધરી અને એસજી ચાવડાની ટીમ પીએસઆઈ કેજે વસાવા તથા ડીજે બારોટના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો હરદીપસિંહ, અપોકો હરેશ, વિપુલ અને પરબતસિંહને મળેલી બાતમીના આધારે પાંડેસરા બમરોલી ગામ ટેકરી ફળિયુ ખાતે રહેતા બુટલેગર કેતન પટેલના ઘરે દરોડા પાડ્યા હતા જ્યાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂનો 3 લાખ 48 હજારનો જથ્થો તથા ક્રેટા કાર, મોબાઈલ ફોન સહિત 15 લાખ 14 હજારથી વધુના મુદ્દામાલ સાથે બુટલેગર કેતન ઠાકોર પટેલ, વિષ્ણુ દેવેન્દ્ર મહેશ્વરી અને હર્ષ મહેશ ઝવરને ઝડપી પાડી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *